Saturday - May 16, 2026

હળવદના સુખપર ગામે ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

હળવદના સુખપર ગામે ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

હળવદ : હળવદ પોલીસે સુખપર ગામની સીમમાં કેનાલમાંથી ચોરી થયેલ ચાર ઇલેક્ટ્રીક મોટરના ગુનાનો ભેદ ઉકેલી બે શખ્સોને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

હળવદના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રીક મોટર નંગ-૪ જેની કિ.રૂ ૬૦,૦૦૦/- નો મુદામાલ ચોરી થયેલ હોવાની ફરિયાદ રમેશભાઈ સોંડાભાઇ પરમાર રહે ગામ શક્તિનગર સુખપરવાળાએ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન પોલીસે બાતમીના આધારે કવાડીયા ચેકપોસ્ટ ખાતેથી મનોજ દિનેશભાઈ ધ્રાંગધરીયા રહે. ધ્રાંગધ્રા, જડેશ્વર મંદિરની પાછળ ઝુપડામાં તથા જગદીશ ભુપતભાઇ ઓગણીયા રહે ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળની પાછળની વાડીવાળાને છકડો રીક્ષામાં ઇલેક્ટ્રીક મોટર નંગ-૪ સાથે પકડયા છે. આ સાથે આ ચોરીમાં જીતેશ માધુભાઈ ચોવસીયા રહે. ગામ સરા તા.મુળીવાળાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

હળવદના સુખપર ગામે ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ