સુરત મોડ્યુલમાં કરજણથી વાપી સુધીની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની રૂરલ બ્રાંચમા સર્વોત્તમ પરફોર્મન્સ કરનાર બ્રાંચ મેનેજરને દર વરસે ગ્રીન ચેનલ એકસેલેન્સ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવે છે, આ એવોર્ડ્સ એસ.બી.આઇ.માં ચેરમેન ક્લબ પછીનોથી સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે, એસ.બી.આઈ.ની બ્રાંચમા વિવિધ પ્રકારની ઉત્તમ કાર્યપ્રણાલી અને સામુદાયિક સેવધારાને કેન્દ્રમાં રાખીને સમગ્ર ગુજરાત માંથી માત્ર ૬ બ્રાંચ મેનેજરને એમની કાર્યદક્ષતાને આધારે પસંદ કરીને આ સન્માન માટે ચયન કરવામા આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષનો સુરત મોડ્યુલનો આ એવોર્ડ મોરબીના હિરેન ભંખોડિયાને એનાયત થયેલ છે. આ એવોર્ડ એમને મૈસુર ખાતે તા. ૫.૯.૨૦૨૩ના રોજ યોજાયેલ સમારંભમાં બેંગલોર સર્કલના CGMના હસ્તે સર્ટિફિકેટ ઓફ ઓનર, સાલ, શિલ્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.