મોરબી : મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે યોગ્ય વર્તન વ્યવહાર કરવામાં આવે છે, બાળાઓની વિવિધ જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે. એ અન્વયે આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો શાળામાં અભ્યાસ કરતી 414 જેટલી બાળાઓને વાર તહેવારે શિક્ષકોના જન્મદિવસ નિમિત્તે શિક્ષકોના ઘરે સારા પ્રસંગે બાળાઓ શૈક્ષણિક વસ્તુઓ ભેટ આપવામાં આવે છે, ભાવતા ભોજન કરાવવામાં આવે છે એ રીતે આજે શાળા શિક્ષક અશ્વિનભાઈ ક્લોલા દ્વારા પોતાના જન્મદિવસ નિમિતે શાળાની 414 જેટલી કન્યાઓને તેમજ બંને શાળાના શિક્ષક ભાઈઓ બહેનોને ભાવતા ભોજન જમાડી પોતાના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.