Wednesday - Aug 12, 2026

વાંકાનેરમાં પોલીસને કેમ અરજી કર્યાનું કહી કાકીજી સાસુ-ભત્રીજા વહુને માર મારી ધમકી

વાંકાનેરમાં પોલીસને કેમ અરજી કર્યાનું કહી કાકીજી સાસુ-ભત્રીજા વહુને માર મારી ધમકી

મોરબી : વાંકાનેર તાલુકાના જોધપર ગામે અગાઉ થયેલા ઝગડા બાબતે મહિલાએ બે આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી મહિલા સહિત બે શખ્સોએ જોધપર ગામના ચોકમાં કાકીજી સાસુ અને તેના ભત્રીજા વહુ પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નાગલબેન વાલજીભાઇ રાઠોડ ઉ.વ.45 નામના મહિલાએ આરોપી ભાવુબેન કિશનભાઇ સોલંકી અને આરોપી કિશનભાઇ સોલંકી રહે.બન્ને જોધપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ સામે અગાઉ નાની -નાની બાબતોમાં ઝઘડા કરવા બાબતે પોલીસમાં અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી બન્નેએ જોધપર ગામના ચોકમાં લાકડી વડે ફરિયાદી તેમજ તેમના ભત્રીજા વહુને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.