Saturday - Jul 04, 2026

માળીયા મિયાણા નજીક જુના ઝઘડામાં હુમલો અને કારમાં તોડફોડ,

માળીયા મિયાણા નજીક જુના ઝઘડામાં હુમલો અને  કારમાં તોડફોડ,

મારી નાખવાના ઇરાદે ગાડી માથે ચડાવી ઇજા કર્યાની સાત શખ્સો સામે ફરિયાદ

મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા પાસે અલગ અલગ ચાર ગાડીમાં આવેલ સાત શખ્સોએ જુના ઝઘડાના ખારમાં અર્ટિકા કાર ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરવાની સાથે ચાર વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો.આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા  પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા મિયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા અબ્દુલભાઇ ઉર્ફે કાળું ઉમરભાઈ જેડાએ માળીયા મિયાણા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર, રફીક હાજીભાઈ મોવર, ઇકબાલનો ભાણેજ યુસુબ સંધવાણી,  જાકીર હબીબ જેડા,  અવેશ હબીબ જેડા,  સબીર જાકીર જેડા,  કાળા જાકીર જેડાએ હુમલો કરી કારમ તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો.જેમાં વિગતવાર જણાવ્યું હતું કે, ફરિયાદિના ભાણેજ સદામને આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર સાથે અગાઉ ઝઘડો થયો હોય તેનો ખાર રાખી સાતેય આરોપીઓ અલગ અલગ ચાર ગાડીઓમાં આવી અણીયારી ટોલનાકા નજીક ફરિયાદીની કાર ઉભી રખાવી કારમાં તોડફોડ કરી પાવડા, ધારીયા, કુહાડી, ધોકા તથા છરી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી પર તૂટી પડ્યા હતા અને ધોકાથી ઇજા કરી તેમજ મારી નાખવાના ઇરાદે ગાડી માથે ચડાવી દઇ સાહેદ હૈદરભાઈને ડાબા પગની ત્રણ આંગળીમા ફેક્ચર તથા સાહેદ મોસીન ઉર્ફે ડીકાને ડાબા પગમા ફેક્ચર તથા સાહેદ નિજામભાઈને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.