મોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુંટુ ગામેં આવેલ લાયકોસ બાથવેર કારખાનાના પરિણીત લેબર કોન્ટ્રાક્ટરને પરિણીતા પ્રેમ સંબંધ બંધાયા બાદ બન્નેએ મૈત્રીકરાર કરી લેતા આ સંબંધની પરિણીતાના માતા, બનેવી સહિતના લોકોને જાણ થઈ જતા કચ્છ અને અમદાવાદના લોકોએ યુવાન તેમજ તેના મિત્રો ઉપર સમાધાનના નામે હુમલો કરતા એક યુવાનને છરી મારી દેતા સારવાર અર્થે ખસેડાયો છે.
મોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુંટુ ગામની સીમમાં આવેલ લાયકોસ બાથવેર કારખાનામાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા નિલેશભાઇ નાજાભાઇ પંચાલે વિનુબેન શનાભાઇ સોલંકી, રાહુલભાઇ મોતીભાઇ ડાભી, હસમુખભાઇ શીવાભાઇ પરમાર, બાથવેર કારખાનામાં, અશ્વિનભાઇ શનાભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને કારખાનામાં કામે આવતા પરણિતા સાથે પ્રેમ સંબંધ બંધાતા તે અવારનવાર આવતી હોય જે બાબતની જાણ તેના પરિવારજનોને થઇ જતા આરોપીઓ કારખાને આવ્યા હતા અને અગાઉ ફોનમાં થયેલ બોલાચાલી અંગે સમાધાન કરવાનું કહી આરોપી વિનુબેને ઢીકાપાટુનો માર મારી આરોપી રાહુલ મોતીભાઈ ડાભીએ સાહેદ સાગર ઉર્ફે રાહુલને છરી ઝીકી દેતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નિલેશ પંચાલની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.