હળવદ તાલુકાના રણમલપુર ગામે પેવર બ્લોકની કામગીરી ચાલુ હોય ત્યારે આ કામ કરવા મુદ્દે ગામના સરપંચ સાથે બોલાચાલી-ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને લાકડી વડે અને છુટા પથ્થરનો ઘા કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ગામના સરપંચ પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.61) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૌતિકભાઈ રમેશભાઈ પટેલ, રમેશભાઈ મગનભાઈ પટેલ, સુરેશભાઈ દેવકરણભાઈ પટેલ અને શારદાબેન રમેશભાઈ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી કે, રણમલપુર ગામે નારાયણ ગોપાલ વાળી શેરીમાં પેપર બ્લોકની કામગીરી ચાલુ હતી તે કામ કરવા બાબતે ફરિયાદી સાથે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ફરિયાદી અનુ. જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો બોલીને શારદાબેને લાકડી વડે માર મારી તેમજ ભૌતિકભાઇએ છુટા પથ્થરનો ઘા કરીને રમેશભાઈ તથા સુરેશભાઈ પણ તેને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.