Thursday - Aug 20, 2026

વાંકાનેરના જોધપરમાં મજૂરીના પૈસા મામલે માતા-પુત્ર ઉપર હુમલો

વાંકાનેરના જોધપરમાં મજૂરીના પૈસા મામલે માતા-પુત્ર ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામે સેંટિંગ કામની બાકી નીકળતા મજૂરીના પૈસા બાબતે ઉઘરાણી કરી એક શખ્સે મહિલા અને તેના પુત્ર ઉપર હુમલો કરી માર મારી વચ્ચે છોડાવવા પડેલા એક વ્યક્તિને પણ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેરના જોધપર ખારી ગામે રહેતા હંસાબેન કલાભાઈ પરમાર ઉ.52 નામના મહિલાએ આરોપી રમેશ રતનશીભાઈ ધરજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી રમેશ સેંટિંગના પૈસા માંગતો હોય ફરિયાદીના દીકરા સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં હંસાબેન વચ્ચે પડતા આરોપીએ હંસાબેનને વાળ પકડી માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરી બાદમાં ઝઘડો શાંત કરવા આવેલ સાહેદ બાબુભાઇ મોહનભાઇ ચાવડા વચ્ચે પડતા તેમને પણ માર મારતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.