Monday - May 04, 2026

હળવદમાં જૂની અદાવત મામલે યુવાન ઉપર પાઇપ વડે હુમલો

હળવદમાં જૂની અદાવત મામલે યુવાન ઉપર પાઇપ વડે હુમલો

હળવદ : હળવદ શહેરમાં સરા રોડ ઉપર પોતાની દીકરીને સ્કૂલેથી લઈ ઘેર પરત જઈ રહેલા ઉમેશભાઈ બચુભાઇ રાઠોડ રહે.આંબેડકરનગર વાળા ઉપર હળવદ બસસ્ટેન્ડ પાછળ રહેતા આરોપી અમન હસુભાઈ પરમાર નામના શખ્સે હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારી હાથ અને પગમાં ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.વધુમાં આરોપી અમન અને ફરિયાદી ઉમેશભાઈના પિતા તેમજ કૌટુંબિક ભાઈઓને મંદિરના વહીવટ બાબતે ઝઘડો થયો હોય 15 વર્ષ જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું.