Monday - May 04, 2026

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 24 જૂને ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 24 જૂને ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન

સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓ ભાગ લઈ શકશે

મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 24 જૂન 2025 ને મંગળવારના રોજ ફિઝિયો ફિટ જિમ, વોડાફોન ઓફિસની ઉપર, શનાળા રોડ, મોરબી ખાતે ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓ ભાગ લઈ શકશે.

જેમાં નિર્ધારિત સમયમાં સચોટ રીતે સૌથી વધારે સૂર્ય નમસ્કાર કરનાર વિજેતા મહિલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ ત્રણ ક્રમાંક લાવનાર વિજેતાઓને ફિઝિયો ફિટ જિમ તરફથી એક મહિનાની જિમ મેમ્બરશીપ તદ્દન ફ્રીમાં આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ- પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. તો આ સ્પર્ધામાં વધારેને વધારે સંખ્યામાં ભાગ લેવા માટે મોરબી શહેરની સ્વાસ્થ્ય પ્રેમી બહેનોને પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ સમગ્ર મોરબી ઇન્ડિયન લાયોનેસ ટીમ વતી આહવાન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે રજિસ્ટ્રેશન માટે પ્રીતિબેન દેસાઈ મો. નં. 93289 70499, હીનાબેન પરમાર મો. નં. 98259 30156, સાધનાબેન ઘોડાસરા મો. નં. 79842 61599,
મનિષાબેન ગણાત્રા મો. નં. 82382 82420, પુનમબેન હિરાણી મો. નં. 99795 74149 પર સંપર્ક કરવા જણાવાયું છે.