Wednesday - Sep 30, 2026

હળવદમાં મારો ગુમ થયેલો મોબાઈલ તમે લીધો છે તેવું પૂછપરછ કરતા યુવાન પર હુમલો

હળવદમાં મારો ગુમ થયેલો મોબાઈલ તમે લીધો છે તેવું પૂછપરછ કરતા યુવાન પર હુમલો

હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા વિરલભાઈ રતિલાલ જાદવાણી ઉ.36નો મોબાઈલ ફોન ખોવાઈ જતા આ મોબાઈલ આરોપી રાહુલ દેવશીભાઈ વડેચાએ લીધો હોવાની શંકાએ આરોપીને મોબાઈલ બાબતે પૂછતાં આરોપીને સારું લાગ્યું ન હતું અને ફરિયાદીને ગાળો આપી માર માર્યો હતો.બાદમાં ફરિયાદી વિરલભાઈ તેમના મિત્ર ફિરોજભાઈને લઈ ફરી આરોપી રાહુલ દેવશીભાઈ વડેચા અને આરોપી જગદીશ દેવશીભાઈ વડેચાની વાડીએ સમાધાન માટે જતા આરોપીઓએ માર મારી ઝઘડો કરી લાકડાના ધોકા વડે ઇજા કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.