Tuesday - Sep 29, 2026

મોરબીના સામાકાંઠે સરકારી ખરાબા ઉપર ખડકાયેલા દબાણો હટાવી 4 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ

મોરબીના સામાકાંઠે 
સરકારી ખરાબા ઉપર ખડકાયેલા દબાણો હટાવી 4 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ

મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી નજીક ગ્રામ્ય મામલતદાર ટીમે ડીમોલેશન હાથ ધરી 16 જેટલા કોમર્શિયલ દબાણો તોડી નાખ્યા છે. આ સરકારી ખરાબાની અંદાજે 14 કરોડની બજાર કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

મોરબીના સામાકાંઠે 
સરકારી ખરાબા ઉપર ખડકાયેલા દબાણો હટાવી 4 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ

મોરબીના ત્રાજપર ચોકડી પાસે જુના ઘુંટુ રોડ જવાના રસ્તે ત્રાજપર ગામના સર્વે નં.64 પૈકી અને સર્વે નં.5ની સરકારી ખરાબાની જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને ગ્રામ્ય મામલતદાર એમ.ટી. ધનવાણીની ટિમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે સર્વે નં.64 પૈકીમાં આવેલ ગેરેજ, પતરાવાળી બંધ ઓરડી, શાકભાજીની દુકાન તેમજ સર્વે નં.5માં આવેલ 14 વાણિજ્ય દુકાનો જેનું કુલ ક્ષેત્રફળ 1860 ચો.મી. આ તમામ દબાણો હટાવી અંદાજે રૂ.4 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.