500 વર્ષના લાંબા સંઘર્ષના અંતે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં હવે ભગવાન શ્રીરામને બિરાજમાન કરવાનો ઐતિહાસિક પ્રસંગ આવતા આખો દેશ ભગવાન રામની ભક્તિમાં નત મસ્તક રીતે ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. તેથી અયોધ્યામાં રામ મંદિરની પ્રેરિત થઈને મોરબીના બે કોલેજીયન મિત્રોએ ભલભલા એન્જીનીયરો પણ મોઢામાં આંગણી નાખી જાય તે રીતે વેસ્ટમાંથી બેસ્ટ એમ પૂંઠામાંથી અયોધ્યા સાથે ભગવાન રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું સર્જન કર્યું છે. આશરે દસ દિવસની મહેનત અને સાવ ઓછા બજેટમાં બનવા રામ મંદિરને જોઈને તેમના ગામના આસપાસના લકોએ આ રામ મંદિરના દર્શન કરીને ધન્ય બની ગયા છે.
મોરબીના ધરમપુર ગામે રહેતા હર્ષભાઈ માકાસણા હાલ સીએમાં કોલેજના સેકન્ડ ઈયરમાં અને મોરબીના બિલિયા ગામના દર્શનભાઈ કાવર નામનો યુવાન કોલેજના ત્રીજા વર્ષમાં ભણે છે. આ બન્ને વર્ષોથી પાકા મિત્રો હોય ભણવાની સાથે એકબીજાના દુઃખદુઃખમાં પણ સહભાગી બનવાની સાથે નાનપણથી જ ભગવાન શ્રીરામ પ્રત્યે એનેરી શ્રધ્ધા ધરાવે છે. ત્યારે તાજેતરમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તેમાં આખા દેશમાં રામ ભક્તિની લહેર ઉઠી એમાંથી આ બન્ને મિત્રો કેમ બાકાત રહી શકે ? આ બન્ને મિત્રોએ પણ પોતાના દિલથી ભગવાન રામ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે પોતે એન્જીયનીયર કે બાંધકામના જરાય જાણકાર ન હોવા છતાં પોતાના કોઠાસૂઝથી અનોખી કલાકૃતિનું સર્જન કરવાનું નક્કી કરીને અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું હોય અદલ એવું જ ભવ્ય રામમંદિર બનાવવા મંડી પડ્યા. કહેવાય છે કે સાચા દિલોદિમાગથી કોઈપણ કાર્ય કરો તો એ કાર્ય ખૂબ અદભુત રીતે તૈયાર થાય છે. આવી જ રીતે આ બન્ને યુવાની રાત દિવસ જોયા વગર આશરે 10 દિવસ સુધી લગાતાર મહેનત કરી વેસ્ટમાંથી બેસ્ટ એમ પૂંઠાથી ફ્રેમ બનાવી ખૂબ ઓછા ખર્ચે અયોધ્યાની સાથે ભવ્ય રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. આ કલાકૃતિ એકદમ અયોધ્યાના રામ મંદિર જેવી જ છે. આથી આસપાસના અનેક લોકોને ઘરેબેઠાં રામ મંદિરના દર્શન કરવાનો અનેરો અવસર મળતા ગદગદિત થઈ ગયા છે.
યુવાનો મોજ મસ્તીની સાથે ભગવાન પ્રત્યે અનેરી શ્રદ્ધા પણ ધરાવે છે
હર્ષભાઈ માકાસણ અને દર્શનભાઈ કાવર કહે છે કે, આજના યુવાનો ખાસ મારીને વિવિધ વિદ્યાશાખાની કોલેજોમાં ભણતા ઘણા યુવાનો સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહી હમેશા .ઓજ મસ્તીમાં ગળાડૂબ રહે તેવી લોકોની માનસિકતા બંધાય છે. એટલે આ વત્ત તદ્દન ખોટી છે . યુવાનો કેરિયરને મહત્વ આપવાની સાથે ઘણીવાર મોજ મસ્તી કરતા હોય એનો મતલબ એવો નથી કે એનામાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા નથી. આજના દરેક યુવાનોમાં ભગવાન પ્રત્યે ભાવ છે પણ એ દેખાડો નથી કરતા. માત્ર કઠિનમાં કઠિન કાર્ય કરીને પોતાની ભક્તિ સાચા દિલની હોવાનું પુરવાર કરે છે. અમે પણ બન્ને મિત્રોએ દેખાવ નહિ પણ ભગવાન રામ પ્રત્યેની અમારા મનમાં રહેલી સાચી શ્રદ્ધાને મંદિર રૂપે સિદ્ધ કરી છે.