મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ મોરબી જિલ્લા ખાતે યોજવામાં આવ્યો હતો. આ આ વર્ગનો સમાપન સમારોહ કાર્યક્રમ 31 મે ને શનિવારનાં રોજ યોજાયો હતો.
સમાપન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સમરસતા સંયોજક દેવજીભાઈ રાવતનું માર્ગદર્શન મળ્યું હતું અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સ્પોર્ટસ ક્વોટા ભૂમિબેન ભૂત હાજર રહ્યા હતા. આ વર્ગ ઠાકરશીભાઈ ડી. પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબીની મોટા પ્રમાણમાં મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી. આ દુર્ગાવાહિની વર્ગ સમાપન સમારોહ કાર્યક્રમમાં દુર્ગાવાહિની શિક્ષાર્થીઓ દ્વારા 7 દિવસના વર્ગ દરમિયાન શીખેલા લક્ષ્ય ભેદ, તિરંદાજી, દંડ યુદ્ધ, યોગાસન, ઓબેસ્ટીકલ જેવા અનેક શારીરિક પ્રશિક્ષણનું પ્રત્યક્ષ દર્શાવામાં આવ્યું હતું.