મોરબી : મોરબી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પુષ્પાબેન હરેશભાઈ સોલંકીની સત્તાવાર વરણી કરવામાં આવી છે. તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની રચના દરમિયાન તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
પુષ્પાબેન સોલંકી મોરબી તાલુકાની નીચી માંડલ બેઠક પરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેમને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. સમિતિના ચેરમેન તરીકે તેઓ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેમજ પ્રજાના પ્રશ્નોને યોગ્ય સ્તરે વાચા મળે તે દિશામાં કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.ચેરમેન તરીકેની વરણી બાદ પુષ્પાબેન સોલંકીને ગામના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા રૂબરૂ મળી તેમજ સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.