પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અનોખી શિવ સ્તુતિ બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રા. શાળામાં શિવ સ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડિજિટલ યુગમાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાયને આપણા ધાર્મિક મૂલ્યોને ભૂલતા જાય છે.મોબાઈલના અતિશય ઉપયોગથી બાળકો પણ ડિજિટલ બનતા જાય છે.આ સમયે આપણા ધાર્મિક મૂલ્યોનું જ્ઞાન આપવું એ એક શિક્ષક તરીકે આપણી પહેલી ફરજ છે. આપણી પ્રાચીન પરંપરા ને ઉજાગર કરવા અને બાળકો ને માહિતગાર કરવા ભૂતકોટડા પ્રા.શાળામાં કક્કા સ્વરૂપે શિવ ની સ્તુતિ કરવામાં આવી. તેમજ બાળકો ને પ્રાર્થનામાં શાળા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને શિવ મહિમા નું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું.