Friday - Oct 09, 2026

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરનું બાઈક પણ સલામત નથી

મોરબીની સિવિલ હોસ્પિટલમાં
ડૉક્ટરનું બાઈક પણ સલામત નથી

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી અને સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પબ્લિક તો ઠીક પણ ડૉક્ટરનું બાઈક પણ સલામત નથી તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ડોકટર રાજનભાઈ અરુણભાઈ સાવલિયા રહે.વિઠ્ઠલનગર મોરબી વાળાનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.