Thursday - Apr 30, 2026

મોરબીમાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગલાદેશીઓને ડિટેન કરતા એસઓજી

મોરબીમાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગલાદેશીઓને ડિટેન કરતા એસઓજી

કાશ્મીરમાં આંતકી હુમલા બાદ આંતકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શકમંદો ઉપર જબરી તડાપીટ બોલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ભારતમાં વસતા અને શંકાસ્પદ હિલચાલ કરતા બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબીમાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગલાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે.

મોરબીમાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગલાદેશીઓને ડિટેન કરતા એસઓજી

મોરબી એસઓજી ટિમ દ્વારા મોરબીમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મોરબીમાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગલાદેશીઓને એસઓજી ટીમે કર્યા ડિટેન કર્યા છે. બે દિવસ પહેલા સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો નું ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. મોરબીમાં ગેરકાયદે આધાર પુરાવા વગર રહેતા 10 બાંગ્લાદેશીઓ ને ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું એસઓજી પીઆઇ એન.આર. મકવાણાએ જણાવ્યું છે અને હજુ પણ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.