મોરબી : ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયા બાદ જમ્મુ-કાશ્મીરને પડાવી લેવા પાકિસ્તાની સેનાએ આદિવાસી લડાકુઓના વેશમાં કાશ્મીર પર આક્રમણ કર્યું. પરંતુ ભારતીય સેનાની ઇન્ફન્ટ્રી એટલે પાયદળની પ્રથમ ટુકડી શ્રીનગર એરપોર્ટ પર ઉતરીને વીર જવાનોએ અદમ્ય સાહસ બતાવીને પાકિસ્તાની ઘૂસણખોરોને ખદડી મૂક્યા અને કાશ્મીરને બચાવી લીધું. ભારતીય સૈન્યના આ પ્રથમ ઐતિહાસિક ઓપરેશન અને જવાનોના સર્વોચ્ચ બલિદાનની યાદમાં દર વર્ષે ૨૭ ઓક્ટોબરને 'શૌર્ય દિવસ' કે 'ઇન્ફન્ટ્રી ડે' તરીકે મનાવવામાં આવે છે. આજના સેનાના શોર્ય દિવસે મોરબીના સેનાના જવાનોની શૂરવીરતાને શહેરીજનોએ નમન કર્યું હતું. ભૂતકાળમા યુદ્ધમાં મોરબી માળીયાના જવાનોએ સેનામાં જોડાઈ શૂરવીરતા બતાવી દુશમનો દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન સામે અત્યાર સુધીના વોરમાં સૌથી ખતરનાક લડાઈ કારગિલ યુદ્ધની ગણાય છે. એક તો આ પ્રોક્સી યુદ્ધ હતું એટલે પાકિસ્તાનની ઘૂસણખોરોએ કારગિલ સહિતની પહાડી ઉપર ઉંચાઈએ ઘૂસીને ગોળી વરસાવતા સેનાના અનેક જવાનો શહીદ થયા હતા.જો કે મોરબી જિલ્લાના તે વખતના સૈન્યના જવાનોએ કારગિલ લડાઈમાં હિસ્સો બન્યા હતા. તે વખતે પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. આમ છતાં મોરબીના તે વખતના સૈન્યના જવાનોને યુનિટ સાથે બોર્ડર પર ફરજ બજાવી દિવસો સુધી વિષમ પરિસ્થિતિનો કરીને અંતે સમગ્ર ભારતીય સેના સાથે ફરજ બજાવી અદભુત શોર્ય બતાવીન3 ઘુસપેઠીયોનો ખાત્મો બોલાવી આખા ભારતીય સૈન્યએ કારગિલ વિજય પ્રાપ્ત કર્યો હતો.
શોર્ય સાથે બેહદ દેશપ્રેમ દર્શાવવાનો આનંદ કઈક ઓર જ હતો.
હું નાયક રેન્કથી 2004માં આર્મીમાંથી રિટાયર્ડ થયો છું. કારગિલ યુદ્ધ વખતે અમારી યુનિટ રાજસ્થાનમાં રામગઢથી આગળ બોર્ડરમાં લોંગેવાળા એરિયાને કવર કરલો હતો. રોજ રાત્રે ઓર્ડર આવે કે ટેન્ક લોડ કરો ,યુનિટના બધા જવાન રાત્રે અંધારા ટેન્ક લોડ કરીને રાશન લઈને ખડેપગે રહેતા. સવારે ઓર્ડર આવે કે ટેન્ક un lod કરો, પ્રોબ્લેમ તો ઘણી હતી, પરંતુ અમારા બધા સૈન્યના જવાનો ખાવા કે પીવાના કોઈ ઠેકાણાં ન હોઈ એવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ દિલમાં દેશદાઝ સાથે બહાદુરી બતાવી ચોંટી પર રહેલા દુષમનોનો ખાત્મો બોલાવતા ત્યારે શોર્ય સાથે બેહદ દેશપ્રેમ દર્શાવવાનો આનંદ કઈક ઓર જ હતો.આ લોંગેવાળા એરિયા એટલે બોર્ડર પીછે વાળો એરિયા તનોતમાતાના મંદિર વાળો એરિયા અમારી યુનિટનો હતો. ત્યારે સૌથી વધુ કઠિન પરિસ્થિતિ વચ્ચે અમારી યુનિટે જીવની પરવા કર્યા વગર રાત દિવસ દેશની સુરક્ષા કરી હતી.
-જાડેજા અશોકસિંહ બલવંતસિંહ નિવૃત સૈનિક
કારગીલ યુદ્ધમાં ભારે વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો
સેનામાં હું ટેન્ક રેજીમેન્ટમાં ફરજ બજાવતો હતો. ૨૮ વર્ષની દેશસેવામાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ કારગીલ યુદ્ધમાં નજરોનજર નિહાળી હતી. ૧૯૯૯માં કારગીલ યુધ્ધ વખતે રાજસ્થાન બોર્ડર પર ડ્યુટી પર રાત દિવસ ટેન્ક રેજીમેન્ટ સાથે તૈનાત હતા, ત્યારે પરિસ્થિતિ ધણી જ ગંભીર હતી. બોર્ડર પર સતત એલર્ટને કારણે દેશનો પણ એક અલગ જ માહોલ હતો, કારગીલ યુદ્ધમાં 24 કલાક બોર્ડર ઉપર ફરજને કારણે જમવા,રહેવા કે બે ઘડી આરામ કરવાનું જ ન હતું. પરિવારજનો સાથે કોઈ કોન્ટેક જ ન હતો. પણ ત્યારે ટાર્ગેટ એક જ હતો કે, દેશના દુષમનોને ખદેડીને વિજય મેળવવાનો, અને તમામ સૈન્યએ જવાનોએ અદભુત વીરતા બતાવીને આખરે કારગિલ વિજય મેળવીને જ જંપ્યા હતા. હું હાલ ૨૮ વર્ષ દેશ સેવા આપ્યા બાદ પણ છેલ્લા ૩ વર્ષ થી મોરબી જિલ્લાના દિકરીઓ ને પોલીસ તેમજ દરેક ફોર્સની ફિઝિકલ ફિટનેસ ટ્રેનિંગ તેમજ લેખિત ની નિઃશુલ્ક તૈયારી સ્વ ખર્ચે કરાવી રહ્યો છું, આ વર્ષ મને દિકરીઓને ટ્રેનિંગ આપવા બદલ આ નોંધ મુખ્ય મંત્રી દ્વારા લેવામાં આવેલી અને મને મુખ્યમંત્રીનું પ્રશસ્તિ પત્ર પણ મળ્યું છે,
-સહદેવ સિંહ પ્રતાપ સિંહ ઝાલા, યુનિટ - ટેન્ક રેજીમેન્ટ, નિવૃત સેનિક