Monday - Jul 06, 2026

માળીયાના ચીખલી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ : 9 ઘાયલ

માળીયાના ચીખલી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ : 9 ઘાયલ

લગ્નમાં કોઈ બાબતે માથાકૂટ થયા બાદ બન્ને પરિવારો એકબીજાને ભરી પીવા હથિયારો સાથે રઘવાયા થયા

મોરબી : માળીયા તાલુકાના ચીખલી ગામે લગ્ન પ્રસંગમાં કોઈ બાબતે માથાકૂટ થયા બાદ બે પરિવારો ઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડતા  બન્ને પક્ષના મળી 9 જેટલા લોકો ઘાયલ થયા હતા.આ તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

માળીયા મીયાણાના ચીખલી ગામે બે દિવસ પહેલા લગ્નમાં થયેલ બોલાચાલીને લઈને માથાકૂટ ઉગ્ર બનતા જોતજોતામાં બે પરિવારો ઘાતક હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા. બન્ને પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી અને ધોકા તલવારો વડે બન્ને પરિવારો એક બીજા પર તૂટી પડતા બન્ને પક્ષના નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ત્રણ ઈજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલ તેમજ છ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા છે. આ બનાવ અંગે માળીયા મીયાણા પોલીસે તપાસ શરૂ કરી છે.