મોરબીમાં દર ચોમાસે એકાદ બે ઈંચ વરસાદમાં પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. એની પાછળનું કારણ એ છે કે વરસાદી નિકાલના સ્થળો જ બંધ કરી દેવાયા છે. દરેક વિસ્તારના વોકળા ઉપર ગેરકાયદે બાંધકામો ખડકાયા હોવાથી શહેરમાંથી પાણી નીકળતું ન હોય થોડા વરસાદ એટલે એકાદ બે ઈંચ વરસાદમાં પણ તમામ શેરીઓ નદી જેવી બની જાય છે. ઘણા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી જાય છે. એટલે જ તંત્રની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર દમ તોડી દેતી હોય એવો અહેસાસ થાય છે.
મોરબી શહેરમા દર વર્ષે વરસાદી પાણીના નિકાલ કરવા માટે ખાસ મેઇન ગટરની કુંડીઓ સફાઈ કામ કરવા સાથે ૧ થી ૧૩ વોર્ડમાં દર વર્ષની જેમ પાણીનો નિકાલ કરવા માટે જાહેરાત કે કોન્ટ્રાકટ સીસ્ટમથી યોગ્ય લાગે તે રીતે સાફ કરવા માટેની કાર્યવાહી કરવા નહીતર મોરબી શહેર નર્કાગાર હાલતમાં ફેરવાઈ જશે મોટી ઈમારત ગેર કાયદેસર રીતે ખડકી દેવામાં આવી છે અને પાણીના નિકાલ બંધ કરી દિધા છે જેનો ભોગ આમ પ્રજાને ભોગવવાનો આવે છે તમામ બીલ્ડીંગ જે કાયદેસર છે તેમને નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મોરબી - ૨ માં ૮ થી ૧૦ માળની ઈમારતો ગેરકાયદેસર રીતે નિયમો ભંગ કરીને પૈસાના જોરે સામાન્ય ગરીબ નાગરીકોના ઝુપડા તોડી તેમના બાળકોની છત્રછાયા, બીમારી, અભ્યાસ બગાડવામાં આવે છે. આવા લોકો હંમેશા તમામ વર્ગના લોકના પરીવારોને નડતા હોય છે સામાકાંઠે બની રહેલ મોટી ઈમારત કેની રહેમ રાહે બને છે કેની મંજુરી મળેલ છે આ અંગે ટુંક સમય આર.ટી.આઈ. હેઠળ માહીતી માંગી જે તે ગેરકાયદેસર બનેલ ઈમારતો સામે પગલા લેવા કોર્ટમાં જવુ પડે તો તે અંગે અમારી જાહેર જનતા વતી તૈયારી છે તેમ વોર્ડ નંબર-4ના પૂર્વ નગરસેવકો મનુંભાઈ બરાસરા, ગૌતમ સોલંકી ગિરિરાજસિંહ ઝાલા, સુરેશભાઈ શિરોહિયાએ સીએમને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું.