Saturday - Apr 04, 2026

વાંકાનેરના અરણીટીંબા ગામે તરુણના મોતના કેસમાં ગુન્હો નોંધાયો

વાંકાનેરના અરણીટીંબા ગામે તરુણના મોતના કેસમાં ગુન્હો નોંધાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં ગત તા.28-11- 2025ના રોજ ગણેશ લાલસિંહ સરપોટા ઉ.વ.14 નામના સગીરનું ઝેરી દવા પી જતા પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલ બાદ મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વધુ સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના ચાર માસ બાદ મધ્યપ્રદેશ પોલીસે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.