Saturday - Apr 04, 2026

માળીયાના મોટા દહીંસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત

માળીયાના મોટા દહીંસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત

કપડા ધોવા માટે ગયા બાદ બનેલી કરુણ ઘટનાથી તેના પરિવારમાં અરેરાટી

મોરબી : મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં રહેતા પૂજાબેન મનુભાઈ કુંવરિયા ઉ.વ.18 નામની યુવતી ગત તા.26ના રોજ બપોરના સમયે માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે આવેલ નાના તળાવ ખાતે કપડા ધોવા માટે ગઈ હતી. આ સમયે કપડા ધોયા બાદ યુવતી તળાવમાં ન્હાવા પડતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.