Saturday - Apr 04, 2026

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન્યાયીક અને પારદર્શક રીતે યોજવા વહીવટીતંત્ર સજ્જ

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન્યાયીક અને પારદર્શક રીતે યોજવા વહીવટીતંત્ર સજ્જ

મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓના સુચારૂ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન્યાયીક અને પારદર્શક રીતે યોજવા વહીવટીતંત્ર સજ્જ

બેઠક દરમિયાન કલેક્ટર દ્વારા વિવિધ નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે ખાસ કરીને મેનપાવર મેનેજમેન્ટ, ચૂંટણી સ્ટાફની તાલીમ, EVM વ્યવસ્થાપન અને મતદાન મથકો પરની પ્રાથમિક સુવિધાઓ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન્યાયીક અને પારદર્શક રીતે યોજવા વહીવટીતંત્ર સજ્જ
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન્યાયીક અને પારદર્શક રીતે યોજવા વહીવટીતંત્ર સજ્જ