મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 39 મામલતદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર અશ્વિનકુમાર દોશીની જામનગર કલેકટર ઓફિસમાં પ્રોટોકોલ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબી કલેકટર ઓફિસમાં ફરજ બજાવતાં પારૂલબેન શાહની મૂળી મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. સામે કચ્છ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર સી.આર.નિમાવતને મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.