Thursday - Apr 23, 2026

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનો માટે GJ36AR સીરીઝ માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તારીખ ૧૧/૦૪/૨૦૨૫ થી શરૂ થનાર છે.  તારીખ ૧૧/૦૪/૨૦૨૫  થી ૨૫/૦૪/૨૦૨૫  સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તારીખ ૨૫/૦૪/૨૦૨૫ થી ૨૭/૦૪/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તારીખ ૨૭/૦૪/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૫ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.