મોરબી : મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો સામે ઘોંસ બોલાવવામાં આવી રહી છે. પોલીસ અને વીજ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં માળીયા મી.ના ખીરઈ ગામે પીજીવીસીએલ તંત્ર ત્રાટક્યું હતું અને માળીયા મી.ના ખીરઈ ગામે અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ કનેકશન સામે કાર્યવાહી કરી વીજ ચોરી બદલ રૂ.3 લાખનો દંડ ફટકાર્યો હતો.
માળિયા (મિયાણા)ના ખીરઈ ગામના અસામાજિક તત્વો સમીર સાઉદીન જેડા અને જાકીર હબીબ જેડાને વીજ ચોરી કરવી ભારે પડી હતી. આ અસામાજીક તત્વોના ઘરે પી.જી.વી.સી.એલ. કચેરીના પીપળીયાના નાયબ ઈજનેર એ.એસ.અંબાણી તથા જુનિયર ઈજનેર એ.એ.જાડેજા તેમજ માળિયા (મિયાણા) પોલીસ સ્ટાફ સાથે ત્રાટકીને અસામાજિક તત્વોના રહેણાક મકાને રેઇડ કરી ગેર કાયદેસર વીજ ચોરી પકડી પાડી આશરે રૂ. 3,00,000નો દંડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.