Monday - May 04, 2026

મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરનાર લોકો સામે મનપા આકરા પાણીએ, પેશાબ કરતા લોકોના ફોટો સાથેના હોર્ડિંગ લગાવાયા

મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરનાર લોકો સામે મનપા આકરા પાણીએ, પેશાબ કરતા લોકોના ફોટો સાથેના હોર્ડિંગ લગાવાયા

મોરબી : મોરબીમાં લઘુશકા કરનાર લોકો સામે પગલાં ભરવા મહાપાલિકા કડક બન્યુ છે. આથી જાહેરમાં લઘુશકા કરતા કે અન્ય રીતે ગંદકી ફેલાવતા લોકોના ફોટો સાથેના હોર્ડિંગ જાહેરમાં લગાવવામાં આવ્યા છે. જેથી આવા લોકોને શરમની અનુભુતી થશે અને હવે પછી આ રીતે ગંદકી નહિ ફેલાવે તેવું મનપાએ જણાવ્યું છે.

મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં થતી ગંદકી રોકવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં મહાપાલિકાની ટીમે અનેક લોકોને જાહેરમાં પેશાબ કરતા પકડી લઈ રૂ.200-200નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સરદારનગર ખાતે એક મોટા બેનરમાં પેશાબ કરતા પકડાયેલા લોકોના ફોટો પણ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહાપાલિકા જાહેરમાં થતી ગંદકી રોકવા માટે સરાહનીય કામગીરી કરી રહી છે. પણ લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે મહાપાલિકા પૂરતા પ્રમાણમાં જાહેર સ્થળો ઉપર યુરિનલની સુવિધા ઉપલબ્ધ કરાવે. અનેક બજારો એવી છે જ્યાં ભરચક્ક ટ્રાફિક હોય છે પણ દૂર દૂર સુધી યુરિનલની સુવિધા ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.