Tuesday - May 05, 2026

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા અનેરું સેવાકાર્ય

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા અનેરું સેવાકાર્ય

મોરબીમાં ઠેરઠેર ચાલતા સેવાકાર્ય વચ્ચે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા અનેરું સેવાકાર્ય કરવામાં આવશે જેમાં મોરબીમાં ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ અને સિવિલ સહિતની વિવિધ હોસ્પિટલમાં દાખલ પ્રસૂતાઓને શિરો ખવડવામાં આવશે. દર પૂનમ અને અમાસના રોજ આ સેવા પ્રવૃત્તિ હાથ ધરાશે.

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા અનેરું સેવાકાર્ય

મોરબીમાં જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સંત રત્નેશ્વરી દેવી ગુરુ  મહંત ભાવેશ્વરી માની પ્રેરણાથી  સેવા પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં આવનાર છે. જેમાં મોરબીના  કાલીકાનગર બાળકોને નાસ્તો શિક્ષણ કીટ અને સમિતિના સભ્યો દ્વારા દર પુનમ અને અમાસ રોજ  સિવિલ હોસ્પિટલમાં ડીલવરી પેશન્ટ એટલે પ્રસૂતાઓને પૌષ્ટિક આહાર રૂપે ચોખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવશે. આ સત્કાર્યમાં  લક્ષ્મીબેન કાળુભાઈ,  હેમબેન, પ્રભાબેન, હંસાબેન, કાજલબેન, કનીબેન, નીરુબેન, લીલાબેન, મુકેશ ભગત જોડાશે. મોરબીમાં અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ અને ગરીબ પ્રસુતાઓને શિરો ખવડાવવાનું સેવા કાર્ય કરીને પૂર્ણયનું ભાથું બાંધશે.

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા અનેરું સેવાકાર્ય