Monday - Aug 17, 2026

મોરબીના વાવડી રોડ પર ટ્રકમાં આગ ભભૂકી

મોરબીના વાવડી રોડ પર ટ્રકમાં આગ ભભૂકી

મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે પસાર થઈ રહેલા ટ્રકમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનામાં સદનસીબે ફાયરની ટીમે દોડી જઈને આગ પર કાબુ મેળવી લેતા જાનહાની થઇ નથી.

મોરબીના વાવડી રોડ પર કબુર આશ્રમ પાસે અચાનક ટ્રકમાં આગ લાગતા  રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. આ ધટના અંગે મોરબી ફાયરની ટીમને જાણ થતાં ફાયરની ટીમે ઘટનાસ્થળે તુરંત  દોડી જઇ આગ પર પાણીનો મારી ચલાવીને આગ કાબુમાં લીધી હતી.જો કે આ ધટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.