Saturday - May 02, 2026

મોરબીમાં વૃદ્ધના અંગોના મહદાન બાદ પરિવાર દ્વારા રક્તદાનનું વધુ એક સત્કાર્ય

મોરબીમાં વૃદ્ધના અંગોના મહદાન બાદ પરિવાર દ્વારા રક્તદાનનું વધુ એક સત્કાર્ય

મોરબી : મોરબીના નંદનવન પાર્ક, રામકો બંગલોની પાછળ, ઓપેરા સ્ક્વેર - 801માં રહેતા 61 વર્ષીય વૃદ્ધ કાંતિલાલ સવજીભાઈ જેઠલોજાનું બીપી એકદમ લો થઈ જતા તેમને નાજુક હાલતમાં સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તબીબીઓએ કાંતિલાલ સવજીભાઈ જેઠલોજાને બેઇન ડેડ જાહેર કરતા પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી તે સાંભળીને તેમના પુત્ર સહિતના પરિવારને આઘાત લાગ્યા છતાં અપાર દુઃખની આ ઘડીમાં પણ તેમના પરિવારે અન્યનો નવી જિંદગી મળે એ માટે મૃતકના લીવર, બે કિડની એમ ત્રણ મહત્વના અંગોનું દાન કર્યું હતું. ત્રણ વ્યક્તિને નવજીવન આપવાની સાથે તેમના પરિવારે સમાજને વધુ એક પ્રેરણા મળે તેવું સત્કાર્ય કરવાનું કાર્ય હાથ ધર્યું છે. જેમાં જરૂરિયાતમંદો તેમજ ઇમરજન્સી દર્દીઓને તત્કાળ લોહી મળી રહે એ માટે દિવંગત કાંતિલાલ સવજીભાઈ જેઠલોજાની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ બેંક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે રક્ત એકત્રિત કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પ 5/02/2026, ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ નવદીપ કાંતિલાલ જેઠલોજાના સૌજન્યથી મોરબીના નંદનવન પાર્ક, રામકો બંગલોની પાછળ, ઓપેરા સ્ક્વેર - 801 ખાતે રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ સેવાયજ્ઞમાં જોડાઈને રક્તદાન કરવા જણાવાયું છે.

મોરબીમાં વૃદ્ધના અંગોના મહદાન બાદ પરિવાર દ્વારા રક્તદાનનું વધુ એક સત્કાર્ય