Monday - Apr 27, 2026

મોરબી નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી – માળીયા મિયાણા હાઇવે ઉપર ફર્ન હોટલ નજીક જીજે – 36 – એજી – 8060 નંબરનું પલ્સર બાઈક લઈને જઈ રહેલા પીપળી ગામે શિવપાર્કમાં રહેતા અશ્વિનભાઈ ધીરજભાઈ નાગડુકિયા નામના યુવાનને ફર્ન હોટલ પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા અશ્વિનભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના પિતા ધીરજભાઈ છગનભાઇ નાગડુકીયાએ કાર ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.