Friday - Aug 21, 2026

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપરથી પટકાતા મહિલાનું મોત

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપરથી પટકાતા મહિલાનું મોત

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ લોરેંજો સિરામિક ફેકટરીમાં ફિલ્ટર પ્રેસ વિભાગમાં ઉપર મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રેખાબેન રાજેશભાઇ ખારોલ ઉ.29 નામના મહિલાનું ઉંચાઈ ઉપરથી પડી જતા માથાના ભાગે હેમરેજ થઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.