Monday - Jun 15, 2026

રવાપર-ઘુનડા રોડ પર બેકાબુ કાર પાણીમાં ખાબકી, સદનસીબે જાનહાની ટળી

રવાપર-ઘુનડા રોડ પર બેકાબુ કાર પાણીમાં ખાબકી, સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ગત મોડી રાત્રે એક કાર પાણીમાં ખાબકી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પાણીમાં ખાબકી હતી. મળતી વિગતો પ્રમાણે આ બનાવ રવાપર-ઘુનડા રોડ પર સરસ્વતી ફાર્મની બાજુમાં બન્યો હતો. જ્યાં દીક્ષિત પટેલ નામના કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સાઈડમાં પાણીમાં ઉતરી ગઈ હતી. જો કે કાર ચાલક દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના બાબતે ફાયર અને 112ની ટીમે કારચાલક સાથે વાતચીત પણ કરી હતી.