Friday - Apr 24, 2026

વાંકાનેરમાં અકસ્માતમા સારવારનો ખર્ચ આપવાનું કહી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં અકસ્માતમા સારવારનો ખર્ચ આપવાનું કહી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર : વાંકાનેર શહેરના હરિદાસ રોડ પર આઠેક દિવસ પૂર્વે કાપડના વેપારીના પુત્રના એક્ટિવા હડફેટે સાયકલ સવારને ઇજા થતાં અકસ્માત બાબતે દુકાને ઝઘડો કરવા આવેલ સાયકલ સવારના પિતા તેમજ કાકાએ ઝગડો કરી વેપારીને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર શહેરમાં આશિયાના સોસાયટીના રહેતા અને હરિદાસ માર્ગ પર દુકાન ધરાવતા ઇમરાનભાઈ દાઉદભાઈ માણકીયાએ આરોપી ઇરફાનભાઈ અબ્દુલભાઇ કાજી અને વસીમભાઈ અબ્દુલભાઇ કાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આઠેક દિવસ પૂર્વે રાત્રીના સમયે ફરિયાદીનો પુત્ર ઇર્ઝમ દુકાને એક્ટિવા લઈને આવતા તેમની પાછળ બન્ને આરોપીઓ આવ્યા હતા અને તમારા પુત્રએ મારા પુત્રની સાયકલ સાથે અકસ્માત સર્જી ઇજા પહોંચાડી હોવાનું કહેતા ફરિયાદી ઇમરાનભાઈએ બનાવ અંગે માફી માંગી સારવાર ખર્ચ આપવા કહયું હતું. છતાં આરોપીઓએ ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જો કે, ઘટના બાદ સમાધાન થયું હતું અને સારવાર ખર્ચ આપવા છતાં આરોપીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા વેપારીએ પણ હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી.