Friday - Jul 03, 2026

મોરબીમાં દલવાડી સર્કલ પાસે બેકાબુ કાર બે વાહનોને ટક્કર મારી 500 મીટર આગળ દીવાલ સાથે અથડાઈ

મોરબીમાં દલવાડી સર્કલ પાસે બેકાબુ કાર બે વાહનોને ટક્કર મારી
500 મીટર આગળ દીવાલ સાથે અથડાઈ

 મોરબી : મોરબીમાં દલવાડી સર્કલ પાસે આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં થારે એક બાઇકને ટક્કર માર્યા બાદ એક કારને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ અંદાજે 500 મીટર આગળ આ થાર દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત સર્જાવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. આ અકસ્માતને પગલે રોડ ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. હજુ સુધી જાનહાનીના કોઈ અહેવાલ મળ્યા નથી.