Saturday - Apr 04, 2026

મોરબીમાં ચિત્રો, મ્યુઝિક, શૂટ એન્ડ વિનથી ભાર વગરનું શિક્ષણ સાર્થક

મોરબીમાં ચિત્રો, મ્યુઝિક, શૂટ એન્ડ વિનથી ભાર વગરનું શિક્ષણ સાર્થક

શૂટ એન્ડ વિન સાધનથી શબ્દોને 'શૂટ' કરીને વાંચન, લેખન અને ગણનમાં મજા આવતી હોવાથી વર્ગખંડમાં બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો

મોરબી : મોરબીમાં ખાસ કરીને બાળકો રમતા રમતા ભણે અને ભણતર બોજારૂપ ન બને તે માટે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના 15 જેટલા તજજ્ઞ શિક્ષકોએ પોતાની આગવી બુદ્ધિ કૌશલ્ય તેમજ કલા અને કોઠાસૂઝથી ભાર વગરના ભણતરની અલગ અલગ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી બાળકોને શિક્ષણમાં આવતા તમામ કઠિનમાં કઠિન મુદાઓ નવીન પ્રયોગોથી દર્શાવી મનમાંથી શિક્ષણનો હાઉ કાઢી નાખવા પ્રેરિત કર્યા હતા.

મોરબીમાં ચિત્રો, મ્યુઝિક, શૂટ એન્ડ વિનથી ભાર વગરનું શિક્ષણ સાર્થક
મોરબીમાં ચિત્રો, મ્યુઝિક, શૂટ એન્ડ વિનથી ભાર વગરનું શિક્ષણ સાર્થક
મોરબીમાં ચિત્રો, મ્યુઝિક, શૂટ એન્ડ વિનથી ભાર વગરનું શિક્ષણ સાર્થક

શૈક્ષણિક કૃતિઓથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બાળકો પોતાની રીતે જાતે જ સમગ્ર શૈક્ષણિક માળખાને સમજીને જીવનમાં ઉતારે તેવો સકારાત્મક પ્રયાસ કરાયો હતો. અત્યાર સુધીમાં 500 જેટલા શિક્ષકોએ આ મેળાની મુલાકાત લીધા બાદ તેમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિઓની પસંદગી રાજ્ય કક્ષા માટે કરવામાં આવશે. વાંકાનેરની દિગ્વિજયનગર પ્રાથમિક શાળાના શિક્ષક ધ્રુવગીરી ગોસ્વામીએ મારે સ્વતંત્ર લેખન કરવું એ વિષય પર પોતાનું ઇનોવેશન રજૂ કરી ધો.6 થી 8 ના બાળકો નિબંધ કે વાર્તા લેખનમાં મુશ્કેલી પડતી હોવાથી તેના ઉકેલ માટે તેમણે બાળકોને પહેલા મુક્ત મને ચિત્ર દોરવા પ્રોત્સાહિત કરતા મનમાં દ્રશ્ય કલ્પના શક્તિ વધી અને ચિત્રોના આધારે બાળકોએ મૌલિક લેખન શરૂ કર્યું હતું. સાર્વજનિક પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન ગોધાસરાએ સામાજિક વિજ્ઞાન જેવા વિષયને રસપ્રદ બનાવવા 'લર્નિંગ મેચિંગ મ્યુઝિક ગેમ' બનાવી વાંચનમાં કચાશ ધરાવતા બાળકો માટે આ એક ગેમમાં સાચા જવાબ પર સ્પર્શ કરવાથી સાયરન વાગે જેનાથી બાળકો રમતા-રમતા દેશના રાષ્ટ્રપતિ કે મંત્રીઓના નામ જેવી સામાન્ય જ્ઞાનની માહિતી સરળતાથી યાદ રાખી શકે છે. હરબટિયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સંખલાએ 'નિપુણ ભારત'ના લક્ષ્યોને સિદ્ધ કરવા 'શૂટ એન્ડ વિન' નામનું સાધન વિકસાવ્યું છે. આ પ્રવૃત્તિમાં બાળકો શબ્દોને 'શૂટ' કરીને તેનું વાંચન, લેખન અને ગણન શીખે છે. આ રમત આધારિત શિક્ષણને કારણે વર્ગખંડમાં બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે.