Wednesday - Jun 10, 2026

મોરબી યુ.એન. મહેતા આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણના પાઠ ભણાવાયા.

મોરબી યુ.એન. મહેતા આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણના પાઠ ભણાવાયા.

મોરબી: આજની યુવતીઓ સશક્ત બને તે હેતુથી મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે આજે શુક્રવારે મહિલા સેલ અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટે ખાસ 'સ્વરક્ષણ તાલીમ' શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમમાં પ્રશિક્ષક તરીકે ગીર સોમનાથ કરાટે એસોસિએશનના મયુરભાઈ પીપરોતર તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા સુરક્ષા સેતુના ડી.આઈ. લાભુબેન મોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
 

મોરબી યુ.એન. મહેતા આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણના પાઠ ભણાવાયા.

મયુરભાઈએ વિદ્યાર્થીનીઓને આકસ્મિક અને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેની વિવિધ સેલ્ફ ડિફેન્સ ટેકનિકો શીખવાડી હતી અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપી હતી.

જ્યારે લાભુબેન મોરીએ વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપી તેમનો જુસ્સો વધાર્યો હતો.
​આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાના માર્ગદર્શન અને સહકારથી યોજાયો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન મહિલા સેલના કો-ઓર્ડિનેટર ડો. કવિતા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.