Wednesday - Jun 10, 2026

ડો. બાબા સાહેબ આંબેડકર પ્રા. વિદ્યાલયમાં પિતા હયાત ના હોય તેવા બાળકોને ફ્રી પ્રવેશ અપાશે

ડો. બાબા સાહેબ આંબેડકર પ્રા. વિદ્યાલયમાં પિતા હયાત ના હોય તેવા બાળકોને ફ્રી પ્રવેશ અપાશે

મોરબી : મોરબીમાં 2001 થી શરૂ થયેલ ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, ભીમરાવ નગર, વિજયનગર પાસે, મોરબીના ટ્રસ્ટ મંડળ દ્વારા તાજેતરમાં એક ખૂબ જ સુંદર નિર્ણય લેવાયેલ છે. ખાનગી ટ્રસ્ટની શાળા હોવા છતાં વિદ્યાર્થીઓના તેમજ વાલીઓના ભવિષ્યને ધ્યાને લઈ જે વિદ્યાર્થીના પિતા હયાત નથી તેવા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપશે.

એક ઘરમાં એકથી વધુ કન્યા હશે તો અન્ય કન્યાની 50% ફી માં રાહત આપવામાં આવશે, શિક્ષણ કાર્યમાં નબળા રહી ગયેલ વિદ્યાર્થીઓને શાળા સમય બાદ ફ્રીમાં ટ્યુશન કરાવી શિક્ષણ ક્ષેત્રે પારંગત કરાશે તેમજ દાતાઓના સહયોગથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ફ્રી માં આપવામાં આવશે. આ સમગ્ર નિર્ણય પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારની આગેવાનીમાં લેવામાં આવેલ છે. આ શાળામાં એડમિશન માટે ટ્રસ્ટના મંત્રી કે.આર.ચાવડા મોબાઈલ નંબર - ૯૯૨૫૮૦૧૨૬૦ પર સંપર્ક કરવા ટ્રસ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું  છે.