Sunday - May 17, 2026

માળીયાના મોટા ભેલામાં છ માસ પહેલા નોળિયો કરડયા બાદ હડકવા ઉપડતા વૃધ્ધાનું મોત

માળીયાના મોટા ભેલામાં છ માસ પહેલા નોળિયો કરડયા બાદ હડકવા ઉપડતા વૃધ્ધાનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે છએક મહિના પહેલા ઘરના ફળિયામાં કામ કરતા વૃધ્ધાને નોળિયો કરડી ગયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી હડકવાના લક્ષણો દેખાતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા જસુબેન રેવાભાઈ ખીટ ઉ.70 નામના વૃધ્ધા છએક માસ પહેલા પોતાના ઘેર ફળિયામાં કામ કરતા હતા ત્યારે નોળિયો કરડી ગયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી હડકવાના લક્ષણો દેખાતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.