ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા થોભણભાઈ મોહનભાઇ કગથરા ઉ.વ.63ને છેલ્લા પચીસ વર્ષથી માનસિક સ્થિતિ સારી ન હોય કંટાળી જઈ પોતાના ઘેર એક ઢાળીયામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.