વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા અને રાજાવડલા ગામે વાડી ધરાવતા શૈલેષભાઇ અંબારામભાઈ મઢવી ઉ.વ.62 નામના વૃદ્ધ પોતાની વાડીમાં કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.