Thursday - Jul 02, 2026

મોરબીના ઘુંટુ ગામે કુવામાં વૃદ્ધ અને ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબીના ઘુંટુ ગામે કુવામાં વૃદ્ધ અને ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબી : મોરબીના ઘુંટુ ગામે કુવામાં વૃદ્ધ ડૂબી ગયાની અને ચરાડવા ગામે કેનાલમાં પરપ્રાંતીય યુવાન ડૂબી ગયાની ઘટનાની જાણ થતા મોરબીથી ફાયર બીગ્રેડ સ્ટાફ બન્ને સ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ કલાકોની જહેમતના અંતે દુર્ભાગ્યવશ આ બન્નેના મૃતદેહો જ હાથ લાગ્યા હતા.

મોરબી ફાયર બીગ્રેડને બે ડૂબી જવાના રેસ્ક્યુ કોલ આવ્યા હતા.જેમાં પ્રથમ ઘટનામાં સેરાજ મહમદ (ઉં.વ
25) જે મૂળ બિહારના વૈશાલી જિલ્લાના વતની હોય અને હાલ હળવદના ચરડાવા નજીક આવેલી કેનાલમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં મોરબી અને હળવદ ફાયર ટીમ તરત જ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. કલાકૉ સુધી ચાલેલી ભારે જહેમત બાદ ફાયરની ટીમે યુવનની બોડીને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી ઘટનામાં ભોવનભાઈ માલાભાઈ રાઠોડ (ઉં.વ.65) નામના વૃદ્ધ મોરબીના ઘુંટુ તળાવની પાસે આવેલા એક કુવામાં પડી ગયા હતા. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને અંતે તેમની બોડી કુવામાંથી બહાર કાઢી હતી.