Sunday - Jun 28, 2026

મોરબીના ઝૂંપટપટ્ટીના બાળકો સાથે મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના ઝૂંપટપટ્ટીના બાળકો સાથે મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ જિલ્લાના માતૃશક્તિ અને દુર્ગા વાહિનીના સંયુક્ત ઉપક્રમે મકરસંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. નવલખી ફાટક પાસે આવેલી સેવા વસ્તીના બાળકોને પતંગ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 'સેવા એ જ ધર્મ'ના સૂત્રને સાર્થક કરી બાળકોના ચહેરા પર સ્મિત લાવીને મકરસંક્રાંતિના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.