વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ રેન્સો ઇન્ડસ્ટ્રીઝમાં ગત તા.26ના રોજ બપોરના સમયે કરુણ ઘટના બની હતી. જેમાં કારખાનામાં રમી રહેલ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની શ્રમિકનો બે વર્ષનો પુત્ર સીરાજ રિતેશભાઈ આઈડિયા લોખંડની પ્લેટની લાઇન વચ્ચે આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.