વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામની સીમમાં આવેલ પાણા ખાણમાં ભરાયેલ પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતાં શૈલેષભાઇ જેરામભાઈ સરાવાડિયા રહે.બોકડથંભા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.