મોરબીમાં વ્યાપાર વિસ્તરણ પર કેન્દ્રિત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યએ સમર્થન આપ્યું હતું. મોરબી, ગુજરાત -VERGER Group દ્વારા આયોજિત એક મહત્વની બિઝનેસ ઈવેન્ટે મોરબીના ઉદ્યોગપતિઓને ઈજીપ્ત અને સાઉદી અરેબિયામાં બિઝનેસ વિસ્તરણની તકોથી ઉજાગર કર્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.
વોરિયર ગ્રુપ અને આ ઈવેન્ટ માટે ટીમના સભ્યો ખાસ કરીને દુબઈ અને નોઈડાથી આવ્યા હતાં મુખ્ય મહેમાન તરીકે
સમીર શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઇજિપ્ત અને સાઉદી અરેબિયામાં બિઝનેસ કેવી રીતે કરવો તે અંગે ઇન્ટરનેશનલ બિઝનેસ નિષ્ણાતો માર્ગદર્શન આપ્યું હતું અને નિકાસકારો અને ઉદ્યોગકારો વચ્ચે જ્ઞાન ની આપ-લે થઈ હતી તથા વોરિયર ગ્રુપ ટીમે જરૂરી પ્રમાણપત્ર વિશે માહિતી આપી હતી.આ ટીમેં સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે બેઠક યોજી મોરબીના વેપારીઓને આંતરરાષ્ટ્રીય બજારોમાં, ખાસ કરીને સાઉદી અરેબિયા અને ઈજિપ્તમાં વિસ્તરણ કરવામાં મદદરૂપ થવાના માર્ગોની ચર્ચા કરતા અમૃતિયાએ આ વિઝન અને કાર્યક્રમો માટે સંપૂર્ણ સમર્થન કર્યું હતુઁ આ અંગે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને મહત્વની ભૂમિકા ભજવી હતી. એસોસિએશનના સહકારથી સ્થાનિક ઉદ્યોગકારોની સહભાગિતા સુનિશ્ચિત થઈ હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સહભાગીઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિષ્ણાતો પાસેથી તેઓને મળેલો જ્ઞાન અને માર્ગદર્શન તેમને નવા બજારોમાં પ્રવેશવામાં મદદ કરશે કાર્યક્રમ બાદ તેને મોરબીની મુલાકાત લીધી હતી અને અનેક ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. Verger ગ્રુપ એ ઉદ્યોગપતિઓ માટે સંપૂર્ણ સહકારની ભાવના વ્યક્ત કરી છે.