Tuesday - Jul 21, 2026

મોરબીના 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ગિરફ્તાર

મોરબીના  29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ગિરફ્તાર

એસ.ઓ.જીની ટીમે 1,09,770 રૂપિયાની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબી એસઓજી ટીમે નશાકારક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો વિરુદ્ધની ડ્રાઇવ દરમિયાન નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા સોસાયટી શેરી નં-3 માં રહેતા મયુરભાઈ બાબુભાઈ ગોગરાના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપી પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધિયા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મેફેડ્રોન પાવડર: 29.24 ગ્રામ (કિંમત રૂ. 87,720), રોકડ રકમ: રૂ. 11,550 (વેચાણ દ્વારા મેળવેલ), મોબાઈલ ફોન: 1 નંગ (કિંમત રૂ. 10,000), વજનકાંટો: 1 નંગ (કિંમત રૂ. 500) મળી કુલ કિંમત: રૂ. 1,09,770/નો મુદામાલ કબ્જે કર્યો હતો.