Saturday - May 16, 2026

મોરબીના ચંદ્રેશનગરના મકાનમાંથી દારૂ ઝડપાયો, પણ આરોપી હાથ ન લાગ્યો

મોરબીના ચંદ્રેશનગરના મકાનમાંથી દારૂ ઝડપાયો, પણ આરોપી હાથ ન લાગ્યો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે કન્યા છાત્રાલય રોડ ઉપર ચંદ્રેશનગરમા રહેતા આરોપી કેતન ઉર્ફે કાનભા મહેન્દ્રદાન બારહટના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 37 બોટલ કિંમત રૂપિયા 9080 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી કાનભા ઉર્ફે કેતન હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.