Saturday - May 04, 2024

મોરબીમાં અદભુત રીતે માનવ સંકલળ રચી મતદાન જાગૃતિનો સરાહનિય પ્રયાસ કરતી અજંતા ઓરપેટની 2 હજાર મહિલાએ

મોરબીમાં અદભુત રીતે માનવ સંકલળ રચી મતદાન જાગૃતિનો સરાહનિય પ્રયાસ કરતી અજંતા ઓરપેટની 2 હજાર મહિલાએ

મોરબી નજીક આવેલ અજંતા ઓરપેટ ફેક્ટરી ખાતે 2 હજાર જેટલી મહિલા કર્મચારીઓ દ્વારા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી.ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ માટે અનન્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સક્ષમ નારી શક્તિ મતદાન જાગૃતિમાં પણ અગ્રેસર છે તેવું આ મહિલા કામદારોએ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચી તેમાં ‘WORKES WILL VOTE, MORBI WILL VOTE’ એવું લખી લોકોને વધુને વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા છે.

આગામી 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન યોજનાર હોય દરેક મતદાતા મતદાનનો ઉપયોગ કરવા જાગૃત બને તે માટે અજંતા ઓરપેટ ફેક્ટરીની 2000 જેટલી મહિલાઓએ માનવ સાંકળ રચી મોરબી જિલ્લાના નાગરિકોને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે તેમજ દરેક નાગરિકને મતદાન કરવા અનુરોધ કર્યો છે.